Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

સસુરાલ સીમર કા ફેઇમ

સુપ્રસિધ્ધ બાળ ફિલ્મ,અદાકાર શીવલેખ સીંઘનું અકસ્માતમાં કરૂણ મોત માતા-પિતા બન્ને ગંભીર

દક્ષિણ ભારતની અનેક ટીવી સીરીયલો -શો માં કામ કરનાર ૧૪ વર્ષના બાળ અભિનેતા શીવલેખ સીંઘનું ગંભીર કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેમની મોટર એક ટ્રક સાથે અથડાઇ હતી. તેમની માતા લેખના સીંઘની સ્થિતિ અત્યંત નાજૂક મનાય છે. તેમના પિતા શીવેન્દ્રસીંઘ પણ ગંભીર ઇજાગ્રસ્ત છે. પત્રકારોને મળવા બીલાસપુરથી રાયપુર જઇ રહેલ હતાં. ટ્રક ડ્રાઇવર નાસી છૂટયો હતો. શીવલેખ સીંઘ છત્તીસગઢનો રહેવાસી હતો અને માતા-પિતા સાથે મુંબઇ રહેતો હતો. 'સસુરાલ સીમર કાં' માં તેના અભિનયથી ખૂબ ખ્યાતિ પામેલ છે.

(1:03 pm IST)