Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

પ્રખ્યાત અભિનેતા સાથે લિપલોક કર્યુ તો અભિનેત્રીનાં મંગેતરે સગાઈ તોડી નાખી!

ફિલ્મમાં કિસીંગ સીનને કારણે તેમની અભિનેત્રી રશ્મિકા મંદાનાની સગાઇ તૂટી ગઇ છે

ચેન્નાઇ, તા.૧૯: સિનેજગતમાં અભિનેતા વિજય દેવરકોંડાની ઘણી ચર્ચાઓ થઇ રહી છે. તેમને સાઉથનાં સૌથી પ્રતિભાશાળી એકટર માનવામાં આવી રહ્યાં છે. ખબર એ છે કે ફિલ્મમાં કિસીંગ સીનને કારણે તેમની અભિનેત્રી રશ્મિકા મંદાનાની સગાઇ તૂટી ગઇ છે.

એવું કહેવમાં આવે છે કે વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની આવનારી ફિલ્મ ડિયર કામરેડનું ટ્રેલર જોયા પછી અભિનેત્રીનાં મંગેતરે તેની સાથેનો સંબંધ તોડી દીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ અભિનેત્રીએ કન્નડ અભિનેતા રક્ષિત શેટ્ટી સાથે સગાઇ કરી હતી. પરંતુ આ ટ્રેલર પછી તેમનાં સંબંધમાં તિરાડ પડી ગઇ છે. જોકે આ અંગે આ બંન્નેમાંથી કોઇએ પણ કોઇ નિવેદન આપ્યું નથી.

કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ પહેલા હોટ સ્ટાર પલ્લવી સાંઈને ઓફર થઈ હતી. પરંતુ કિસીંગ સીનનાં કારણે તેણે આ રોલ માટે ના પાડી દીધી હતી.

અહેવાલ અનુસાર રિલીઝ પહેલા ખબરો હતી કે ફિલ્મની ઓફર જાણીતી અભિનેત્રી સાઈ પલ્લવીને કરવામાં આવી હતી. પરંતુ તેણે ફિલ્મમાં લિપલોક સીન હોવાનાં કારણે ના પાડી દીધી હતી.

સાંઈ પલ્લવી ઇન્ટિમેન્ટ સીન અને લિપલોક સીન કરવામાં સહમત નહોતી. આ પછી ફિલ્મ માટે રશ્મિકાનું નામ ફાઈનલ કરવામાં આવ્યું કે જેને આ પ્રકારનાં સીન કરવામાં કઈ વાંધો નહોતો. ડિયર કોમરેડ ફિલ્મનાં હિરોએ પણ આ સીન પર નિવેદન આપેલું છે કે, મને લિપલોક શબ્દથી નફરત છે. એને જે રીતે લખવામાં આવે છે તે ખોટું છે. આ ફિલ્મ ૨૬ જૂલાઈએ રિલીઝ થશે.(૨૩.૨)

(10:01 am IST)