Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

આજથી ત્રણ ફિલ્મો 'ફેમિલી ઓફ ઠાકુરગંજ', 'જૂઠા કહીં કા' અને 'પેનલ્ટી' રિલીઝ

આજથી ત્રણ ફિલ્મો 'ફેમિલી ઓફ ઠાકુરગંજ', 'જૂઠા કહીં કા' અને 'પેનલ્ટી' રિલીઝ થઇ છે.

નિર્માતા અજયકુમાર સિંઘ તથા નિર્દેશક મનોજ કે. ઝા અને પ્રિન્સ સિંઘની ફિલ્મ 'ફેમિલી ઓફ ઠાકુરગંજ'નું લેખન દિલીપ શુકલાએ કર્યુ છે, જેણે અગાઉ દબંગ ફિલ્મ લખી હતી. ફિલ્મમાં સંગીત સાજીદ-વાજીદે આપ્યું છે. જીમ્મી શેરગીલ, માહિ ગીલ, સોૈરભ શુકલા, સુધીર પાંડે, સુપ્રિયા પિલગાંવકર, પવન મલ્હોત્રા, નંદીશ સિંઘ, યશપાલ શર્મા, પ્રણતિ રાય પ્રકાશ, મનોજ પાહવા અને મુકેશ તિવારીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે.

જીમ્મી અને માહી નાનુ તથા શરબતીના પાત્રોમાં છે. સોૈરભે બાબા ભંડારીનો રોલ નિભાવ્યો છે. આ ફિલ્મમાં નામ મુજબ જ ઠાકુર પરિવારોની કહાની છે. જે પોતપોતાનું વર્ચસ્વ જમાવવા પ્રયાસો કરતાં રહે છે. આ માટે ક્રાઇમ આચરવું તેના માટે ખુબ સામાન્ય બાબતે છે. ફિલ્મમાં એકશન-ડ્રામા-કાવાદાવા અને તમંચા-રિવોલ્વરની ધડાધડના ભરપુર દ્રશ્યો છે. માહિ અને જીમ્મી વધુ એક વખત અલગ જ રોલમાં જોવા મળશે.

બીજી ફિલ્મ 'જૂઠા કહીં કા'ના નિર્માતા દિપક મુકુટ, અનુજ શર્મા અને નિર્દેશક સમીપ કાંગ છે. ફિલ્મનું લેખન શ્રેયશ શ્રીવાસ્તવ અને વૈભવ સુમને કર્યુ છે. ફિલ્મમાં સંગીત યો યો હનીસિંઘ, અમજદ નદીમ આમીર, સંજીવ-અજય, રાહુલ જૈન, કાશી રિચાર્ડ અને સિધ્ધાંતનું છે. ફિલ્મમાં ઋષી કપૂર, જીમ્મી શેરગીલ, લિલીટ દૂબે, સન્ની સિંઘ, ઓમકાર કપૂર, મનોજ જોષી, નિમીષા મહેતા અને પુજીતા પોનન્દા સહિતે મુખ્ય ભુમિકા નિભાવી છે. કોમેડી ડ્રામા પ્કારની આ ફિલ્મની કહાની બે મિત્રોની છે. જેમાં એકના પિતા રિષી કપૂર છે. તે પોતે પરણેલો છે એવો દેખાવ કરે છે. આ બંનેના જૂઠને કારણે કોમેડી સર્જાતી રહે છે. રિષી કપૂર લાંબા સમય પછી ફરીથી ફિલ્મમાં જોવા મળશે.

ત્રીજી ફિલ્મ 'પેનલ્ટી' સ્પોર્ટ ડ્રામા જોનરની છે. જેના નિર્માતા નિલેશ સખીયા, રીતુ શ્રીવાસ્તવ, આદિત્ય શ્રીવાસ્તવ તથા નિર્દશક સોૈરભ સિંઘ છે. આ ફિલ્મ નોર્થ-ઇસ્ટ ઇન્ડિયન ફૂટબોલ પ્લેર લુકરામના જીવન પરથી આધારીત છે.  ફૂટબોલ ટીમની પસંદગીમાં લુકરામની પસંદગી થતી નથી. તેનું કારણ એ અપાય છે કે તે બહારના રાજ્યનો છે અને તેને હિન્દી ભાષા બરાબર આવડતી નથી. ત્યારે બીજા ખેલાડીઓ લુકરામ ટીમમાં હોવો જ જોઇએ એવું કહે છે. લુકરામ કઇ રીતે ટીમમાં સામેલ થાય છે અને પોતાનું સ્વપ્ન પુરૂ કરે છે તેની વાત છે.

ફિલ્મમાં કે કે મેનન ફૂટબોલ કોચ-સિલેકટરના રોલમાં છે. મનજોત સિંઘ, શશાંક અરોરા, અકાશ દભાડે, બિજોઉ થાંગજમ સહિતના કલાકારો મુખ્ય રોલમાં છે.

(9:59 am IST)