Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

મૌની રોયના હાથે લાગી ચોથી ફિલ્મ: નજરે પડશે રાજકુમાર રાવ સાથે

મુંબઇ: ટીવી સ્ટાર મૌની રોયની ફિલ્મ કારકિર્દી આરંભથી નોંધનીય બની રહ્યાની જાણકારી મળી હતી. અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મ સાઇન કર્યા બાદ હાલ એને બીજી પણ કેટલીક ફિલ્મો મળી હતી. એની પહેલી ફિલ્મ ગોલ્ડ હજુ રજૂ થઇ નથી પરંતુ એમાં મૌનીના કામની પ્રશંસા સાંભળ્યા બાદ પહેલાં એને કરણ જોહરે બ્રહ્માસ્ત્ર ટે સાઇન કરી હતી. ત્યારપછી જ્હૉન અબ્રાહમ સાથે રૉ ફિલ્મ એને મળી હતી. હવે મળેલી માહિતી મુજબ એને વધુ એક ફિલ્મ માટે સાઇન કરવામાં આવી હતી. દિનેશ વીજન એક કોમેડી ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા છે. ફિલ્મમાં રાજકુમાર રાવને સાઇન કરવામાં આવ્યો છે અને એની હીરોઇન તરીકે મૌની રોયને લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ફિલ્મમાં રાજકુમાર રાવ એક ગુજરાતી વેપારીનો રોલ કરશે અને મૌની મુંબઇની યુવતીનો રોલ કરશે. ગુજરાતી વેપારીને પરણીને ગુજરાતમાં આવે છે એવી કથા વણી લેવામાં આવી છે. એક કોમેડી ફિલ્મ છે એક લોઅર મિડલ ક્લાસ પરિવારની વાત છે. સતત રાજકુમાર રાવની પડખે રહે છે અને તક મળતાં એને ચીન જઇને વેપાર વિકસાવવાની પ્રેરણા આપે છે. મૌની ફિલ્મમાં એક સીધી સાદી ગૃહિણી બની રહે છે

(4:05 pm IST)
  • સાબરકાંઠા: વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં ગોટાળાને લઈને ACBના દરોડા access_time 8:50 pm IST

  • ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે 23 ગામો સંપર્કવિહોણાં:15 કોઝવે પાણીમાં ગરકાઉ access_time 8:50 pm IST

  • દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે access_time 1:00 am IST