Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

અભિનેત્રી જ્હાનવીએ ખોલ્યું ફિલ્મ ધડક નું ક્લાઈમેક્સનું રહસ્ય

મુંબઈ :આવતીકાલે ધડક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે ફિલ્મનું ક્લાઈમેક્સ કેવું હશે તેના વિશે અનેક સવાલો થઈ રહ્યા છે. પરંતુ ફિલ્મના ક્લાઈમેક્સ ખુદ જ્હાન્વીએ એક ઈન્ટરવ્યૂમાં જાહેર કરી દીધું. તેણીએ જણાવ્યુ કે, ફિલ્મમાં તે ઉદયપુરના શાહી પરિવારની યુવતીનું પાત્ર ભજવી રહી છે. તેણીએ કહ્યુ કે ફિલ્મ ધડક કોઈ મસાલા ફિલ્મ નથી. ફિલ્મનો અંત શાનદાર રીતે થાય છે.  

(12:23 pm IST)
  • કચ્છના ભચાઉમાં રાત્રે ભુકંપના આચકાઃ ભચાઉ નજીક ગઇ રાત્રે ૨ વાગે ૩.૪ની તીવ્રતાનો હળવો ભુકંપનો આંચકો આવ્યો હતો. વરસાદના ઝાપટા વચ્ચે ભુંકપના આચકાથી લોકો ભયભીત બન્યા હતા access_time 11:35 am IST

  • મેસેજ મોકલવા માટે ગ્રાહકોની સહમતી ફરજીયાત: અનિચ્છનીય ફોન કોલ્સ અને મેસેજથી પરેશાની હવે ખતમ થઇ શકે છે :ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પરેશાન કરનારા કોલ્સ અને સ્પામને લઇને નવા નિયમોની જાહેરાત કરી:ટેલીમાર્કેટિંગ મેસેજ મોકલવા માટે ગ્રાહકોની સહમતી ફરજીયાત કરી દેવાઇ છે. access_time 12:02 am IST

  • દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે access_time 1:00 am IST