Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ઇશાન અને જ્હાન્વીને મેવાડી ભાષા શીખવી પડી

જ્હાન્વી કપૂર અને ઇશાન ખટ્ટરની ફિલ્મ 'ધડક' આવતી કાલથી રિલીઝ થઇ રહી છે. ફિલ્મ માટે બંને કલાકારોએ ખુબ મહેનત કરી છે. મરાઠી ફિલ્મ સૈરાટની આ હિન્દી રિમેક છે. એ ફિલ્મમાં બેકગ્રાઉન્ડ મહારાષ્ટ્રના ગ્રામિણ વિસ્તારનું હતું. જ્યારે ધડકમાં બેકગ્રાઉન્ડ રાજસ્થાન પર આધારીત છે. આ માટે જ્હાન્વી અને ઇશાનને મેવાડી ભાષા પણ શીખવી પડી છે. ફિલ્મની ટીમ ઉદયપુર પહોંચી હતી અને ત્યાંના લોકો સાથે વાતચીત શરૂ કરી હતી. આ રીતે સ્થાનિક ભાષાના ઉચ્ચારણ અને જીણામાં જીણી બાબત શીખવાનો વિચાર આવ્યો હતો. મેવાડી ભાષાનો ઉપયોગ હિન્દી સિનેમામાં નહિ જેવો થાય છે. નિર્દેશક શશાંક ખેતાનની આ ફિલ્મમાં મેવાડી ભાષા પણ સાંભળવા મળશે. ઇશાને પોતાના રાજસ્થાની પાત્રને અસલી બનાવવા ભારે મહેનત કરી છે. આશુતોષ રાણા, આદિત્ય કુમાર પણ મહત્વના રોલમાં છે.

(9:18 am IST)