Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

લખનઉમાં ગુલાબો સિતાબોનું શૂટિંગ શરૂ કર્યું બિગ બીએ

અમિતાભ બચ્ચને લખનઉમાં તેમની આગામી ફિલ્મ 'ગુલાબો સિતાબો'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. શૂજિત સરકાર દ્વારા ડિરેકટેડ આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના પણ કામ કરી રહ્યો છે. ફિલ્મને ર૦ર૦ની ર૪ એપ્રિલે રિલીઝ કરવામાં આવશે. આ વિશે અમિતાભ બચ્ચને ગઇકાલે ટ્વીટ કર્યું હતું કે 'એક ફિલ્મ પૂરી થઇ અને નવીની શરૂઆત થઇ. ટ્રાવેલ શરૂ થયું, લોકેશન બદલાઇ ગયું, ટીમ બદલાઇ ગઇ, સાથી એકટર બદલાઇ ગયા, શહેર બદલાઇ ગયું અને સ્ટોરી પણ બદલાઇ ગઇ. આજે 'ગુલાબો સિતાબો' માટે લખનઉમાં છું. લુક વિશે હું શું કહી શકું?'

(3:14 pm IST)