Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

વેબ સીરીઝ 'ધ હોલિડે' માટે અભિનેત્રી અદા શર્માએ પોતાના માથાના વાળને ત્રણ જુદા જુદા રંગમાં રંગ્યા

શૅર કરેલા ફોટોગ્રાફમાં એના વાળમાં ગુલાબી, નારંગી અને જાંબુડી રંગ સ્પષ્ટ દેખાયા

મુંબઈ : આગામી એક વેબ સિરિઝના પોતાના રોલ માટે અભિનેત્રી અદા શર્માએ પોતાના માથાના વાળને ત્રણ જુદા જુદા રંગમાં રંગ્યા હતા. સોશ્યલ મિડિયા પર શૅર કરેલા એક ફોટોગ્રાફમાં એના વાળમાં ગુલાબી, નારંગી અને જાંબુડી રંગ સ્પષ્ટ દેખાઇ આવે છે. જો કે વાળનો કેટલોક જથ્થો મૂળ બ્લેક કલર પણ ધરાવે છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આ વેબ સિરિઝનું ટાઇટલ ધ હોલિડે છે. હાલ એનું શૂટિંગ મોરેશિયસમાં થઇ રહ્યું છે અને અદા મેારેશિયસમાં છે. એણે સોશ્યલ મિડિયા પર શૅર કરેલા ફોટોગ્રાફના કેપ્શનમાં લખ્યું છે, આ રહ્યા મારા કલરફૂલ વાળ... હું મોરેશિયસમાં મારી પહેલી વેબ સિરિઝ ધ હોલિડેનું શૂટિંગ કરી રહી છું.... પછી એણે હળવા મિજાજમાં લખ્યું કે ભવિષ્યમાં કોઇ અભિનેત્રી પોતાના વાળને ત્રણ રંગમાં રંગે તો એણે મને કોપીરાઇટના ભંગ બદલ વળતર ચૂકવવું પડશે નહીંતર કાયદેસનો કેસ લડવા તૈયાર રહેવું પડશે.

(1:40 pm IST)