Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

એય પ્રિયંકા તું આરએસએસની બેઠકમાં ગઇ હતી કે ? પ્રિયંકાએ ખાખી કલરનું હાલ્ફપૅન્ટ પહેરવા પર કોમેન્ટ

સોશ્યલ મીડિયામાં ફોટોગ્રાફ વાયરલ થતા યુઝર્સના ઢગલાબંધ પ્રતિભાવ

મુંબઈ : એય પ્રિયંકા તું આરએસએસની બેઠકમાં ગઇ હતી કે ? ત્યાંથી સીધી આવી છે કે ? એવા સવાલો સોશ્યલ મિડિયા પર ઇન્ટરનેશનલ ગણાતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાને સંબોધીને કરાયા હતા.

 પતિ નીક જોનસ સાથે પ્રિયંકા ખાખી હાફ પેન્ટ પહેરીને બહાર નીકળી હોવાના ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડિયા પર દેખાતાં તરત આ ફોટોગ્રાફ્સ વાઇરલ થયા હતા અને પ્રિયંકાના ચાહકો પણ પ્રિયંકાને ખાખી હાફ પેન્ટમાં જોઇને નવાઇ પામ્યા હતા.

  આરએસએસના કાર્યકરોની જેમ એણે ટોપને ખાખી પેન્ટમાં ઇન્શર્ટ કર્યું હતું. એટલે ટીખળી લોકોએ એવા સવાલો પૂછવા માંડયા હતા કે પ્રિયંકા આરએસએસમાં જોડાઇ ગઇ છે કે ? તો તો જરૃર નરેન્દ્ર મોદીની જેમ એક દિવસ વડા પ્રધાન બનશે... આ ટકોરને પણ પોઝિટિવ પ્રતિભાવો મળ્યા હતા અને ફોટોગ્રાફ્સની સાથોસાથ આ ટકોર પણ વાઇરલ થઇ હતી.

હાલ પ્રિયંકા બોલિવૂડની એક માત્ર ફિલ્મ કરી રહી છે. સોનાલી બોઝની ધ સ્કાય ઇઝ પિન્કમાં એ એક પુત્રીની માતાનો રોલ કરી રહી છે. એ સિવાય હાલ એણે કોઇ નવી ફિલ્મ સ્વીકારી નથી.

(12:40 pm IST)