Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

નેગેટિવ રોલ માટે મૌનીએ કરી છે ખાસ મહેનત

ટીવી પરદાની અભિનેત્રી મૌની રોય હવે બોલીવૂડમાં પણ કામ કરી રહી છે. વેસ્ટ બેંગાલની આ બ્યુટી ૨૦૦૭માં ટીવી પરદે કયું કી સાસ ભી કભી બહૂ થી થકી આવી હતી. એ પછી તેણે દેવો કે દેવ મહાદેવ, જુનૂન, ઝલક દિખલા જા સહિતના શો કર્યા છે. દેવો કે દેવ મહાદેવ શો થકી વધુ જાણીતી બની હતી. ગોલ્ડ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે કામ કર્યા પછી રોમિયો અકબર વોલ્ટરમાં જોન સાથે કામ કર્યુ હતું. હવે તે બ્રહ્માસ્ત્રમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા સાથે મહત્વનો રોલ નિભાવી રહી છે. આ ફિલ્મમાં તેને નેગેટિવ રોલ મળ્યો છે. એ માટે તેણે ખાસ મહેનત કરી છે. હાલમાં આ ફિલ્મનું શુટીંગ બનારસમાં ચાલી રહ્યું છે. મૌની પણ પોતાના ભાગના દ્રશ્યોના શુટીંગ માટે ત્યાં પહોંચી હતી. ધોમધખતા તાપમાં મૌનીએ અલગ-અલગ તસ્વીરો ખેંચાવી સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી.

 

(9:47 am IST)