Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

આલિયા ભટ્ટ ફિલ્મ કલંકના સેટ પર ઘાયલ : સીડી પરથી અચાનક ગબડી : પગમાં ઇજા

મુંબઈ :બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટ કલંકના સેટ પર ઘાયલ થઇ ગઇ છે. આલિયા આ ફિલ્મનું શુટિંગ સોનાક્ષી સિન્હા, આદિત્ય રૉય કપૂર અને વરુણ ધવન સાથે મુંબઇના અંધેરીમાં આવેલા એક સ્ટુડિયોમાં કરી રહી હતી. ત્યારે તે સીડી પરથી અચાનક નીચે પડી ગઇ હતી અને તેના પગમાં ઇજા થઇ હતી. ઇજાના કારણે તેને ઘણી પીડા થઇ રહી હતી પરંતુ તે સેટ પર પરત ફરી હતી કારણ કે સેટ પર તેની આખી સ્ટાર કાસ્ટ હાજર હતી.

(7:59 pm IST)