Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કરીનાએ કહી ના, આશુતોષ શોધશે નવી હિરોઇન

કરીના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણીયા અભિનીત વીરે દી વેડિંગને સફળતા મળી છે. હવે સિકવલની તૈયારી પણ થવા માંડી છે. કરીના હાલમાં ફરીથી દિકરા તૈમુર પર ધ્યાન આપી રહી છે. આ કારણોસર તે હાલમાં કોઇ નવી ફિલ્મ હાથ પર લેવા ઇચ્છતી નથી. તે આરામ ફિલ્મથી દૂર રહી તૈમુર સાથે સમય ગાળવા ઇચ્છે છે. આ કારણોસર તેણે શાહરૂખ ખાન સાથેની ફિલ્મ સેલ્યુટમાં કામ કરવાની ના પાડી દીધી હતી. હવે નિર્દેશક આશુતોષ ગોવારીકરની ફિલ્મ કરવાની પણ ના પાડી છે. આશુતોષ મરાઠી ફિલ્મ આપલા માનુસની હિન્દી રિમેક બનાવી રહ્યા છે. તેણે આ માટે કરીના કપૂરની પસંદગી કરી હતી. પણ કરીના હલામાં તૈયાર નથી. આ કારણે આશુતોષે બીજી હિરોઇન તરફ નજર દોડાવી છે.

(9:43 am IST)