Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

'ધ ફેમિલી મેન ૨'માં સામંથા સ્યુસાઇડ બોમ્બરના રોલમાં છે

આજે ટ્રેલર રિલિઝ થશે

મુંબઇ, તા.૧૯: એમેઝોન પ્રાઇમ વીડિયોની સ્પાય સીરીઝ 'ધ ફેમિલી મેન ૨'ની બીજી સીઝનનું ટ્રેલર બુધવારે રીલીઝ થશે. આ શોથી એકટર સામંથા અક્કિનેની ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ સીરીઝમાં સામંથા રજીના રોલમાં છે. જે મનોજ બાજપેયીના કેરેકટર શ્રીકાંત તિવારીની નવી દુશ્મન છે. રજી શ્રીલંકન તામિલિયન છે. 'ધ ફેમિલી મેન'ના કેન્દ્રસ્થાને મિડલ કલાસ મેન શ્રીકાંત છે કે જે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના સ્પેશિયલ સેલ માટે કામ કરે છે. આ સીરીઝમાં શ્રીકાંત ઓછું વેતન, પરંતુ વધારે પ્રેશર અને વધારે જોખમવાળી જોબ અને તેની પર્સનલ લાઇફની વચ્ચે બેલેન્સ જાળવવામાં સ્ટ્રગલ કરતો જોવા મળે છે. કેટલાક રીપોર્ટસ અનુસાર આ સીરીઝમાં સામંથા સ્યુસાઇડ બોમ્બરના રોલમાં જોવા મળશે. સોર્સીસે જણાવ્યું હતું કે, 'આ સીરિઝમાં સૌથી મહત્વનાં કેરેકટર્સમાંથી એક સામંથાનું છે. તે એક સ્યુસાઇડ બોમ્બરના રોલમાં છે. તે કોઇ આતંકવાદી સંગઠનની સાથે જોડાયેલી છે. આ સીરીઝમાં તેના અને મનોજના કેરેકટર્સની વચ્ચે કેટ અને માઉસની ચેસ જેવી સીકવન્સીસ ખરેખર થ્રિલિંગ અને ઇન્ટરેસ્ટિંગ રહેશે.

(11:23 am IST)