Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

'રાધે' ફિલ્મ પાઇરેસીનો શિકાર બની : પોલીસ FIR નોંધાઇ

મુંબઇ,તા. ૧૯ : સલમાન ખાનને મુખ્ય ભુમિકામાં ચમકાવતી અને ગઇ ૧૩ મે એ ઇદ તહેવાદમાં રિલીઝ કરાયેલી હિન્દી ફિલ્મ 'રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ' વોટ્સએપ એન ટેલીગ્રામ જેવા મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર ચાંચિયાગીરીનો શિકાર બની છે. ફિલ્મની ગેરકાયદેસર પાઇરેટેડ આવૃતિઓ ઉકત બે મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર રિલીઝ કરવામાં આવી છે. આની સામે ફિલ્મની નિર્માતા કંપની ઝી એન્ટરટેનમેન્ટ લિમિટેડે મુંબઇ પોલીસના સાઇબર સેલ વિભાગમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ઝી કંપનીએ કહ્યું છે કે અધિકારીઓ આ ચાંચિયાગીરી પ્રવૃતિમાં સંડોવાયેલા ફોન નંબરોને શોધી રહ્યા છે અને એ મળી ગયા બાદ જરૂરી કાયદેસર પગલાં ભરવામાં આવશે. આ પ્રકારની પ્રવૃતિને કારણે ઉદ્યોગના વિકાસને માઠી અસર પડે છે. ઉદ્યોગમાં દિવસ -રાત મહેનત કરનારાઓની આજીવિકા છીનવાય છે.

'રાધે' ફિલ્મ થિયેટરોમાં તેમજ ઓટીટી પ્લેટફોર્મ (પે-પર-વ્યુ), એમ બંને સ્તરે સાથે રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મમાં દિશા પટની, જેકી શ્રોફ, રણદીપ હુડાની પણ મુખ્ય ભૂમિકા છે.

(10:06 am IST)