Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

લોકપ્રિય ટીવી શોમાં સામેલ થઇ ગોૈરવ અનુભવે છે પ્રિયંવદા

ટીવી પરદાની અભિનેત્રી પ્રિયંવદા કાંત વધુ એક નવા શોમાં જોડાઇ ગઇ છે. તે તાજેતરમાં લોકપ્રિય શો યે રિશ્તા કયા કહેલાતા હૈમાં સામેલ થઇ ગઇ છે. પ્રિયંવદાએ કહ્યું હતું કે આ સિરીયલ લાંબા સમયથી દર્શકોના દિલમાં રાજ કરી રહી છે, મને આ શો સાથે જોડાવા મળ્યું એ મારા માટે ગોૈરવની વાત છે. હું આ શોના સેટ પર  પહેલી જ વખત પહોંચી ત્યારે બધા જ કલાકારો અને ક્રુ મેમ્બર્સએ મારું જબરૂ સ્વાગત કર્યુ હતું. ત્યારે જે અનુભવ થયો તે ખુબ જ સુખદ હતો. મને લાગ્યું કે હું મારા ઘરે આવી છું. પ્રિયંવદાએ અગાઉ કુલ્ફીકુમાર બાજેવાલા, સ્પ્લ્ટિ વિલા સિઝન-૧૨ સહિતના શોમાં કામ કરીને પોતાની અભિનય ક્ષમતા દેખાડી હતી. યે રિશ્તા કયા કહેલાતા હૈમાં તેને રિયા નામનું પાત્ર મળ્યું છે. રિયા એવી યુવતિ છે જે ઇચ્છે તે પામવા માટે પાછુ વળીને જોતી નથી. પ્રિયંવદા સ્પ્લ્ટિ વિલામાં શ્રેય મિત્તલ સાથે વિજેતા બની હતી. ત્યારથી તે યુવાદિલોમાં ખુબ ચાહના ધરાવતી થઇ છે.

(10:05 am IST)