Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ગોવામાં થશે સંજય-અરશદની ફિલ્મનું શુટીંગ

સંજય દત્ત અને અરશદ વારસી મુન્નાભાઇ અને સર્કિટના રોલમાં દર્શકોને ખુબ મનોરંજન આપી ચુકયા છે. મુન્નાભાઇ સિરીઝની ત્રીજી ફિલ્મ બનાવવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. પરંતુ આ ફિલ્મ કયારે બનશે એ નક્કી નથી. જો કે સંજય દત્ત અને અરશદને સાથે જોવા ઇચ્છતા ચાહકો માટે સારી ખબર એ છે કે આ બંનેની જોડી એક ફિલ્મમાં સાથે મળીને દર્શકોને હસાવશે. આ ફિલ્મનું લેખન સાજીદ અને ફરહાદે સાથે મળીને કર્યુ છે. ફિલ્મની પૃષ્ઠભુમિ ગોવા રાખવામાં આવી છે. બે મિત્રોની આ કહાની છે. અગાઉ આ ફિલ્મનું શુટીંગ બુડાપેસ્ટમાં કરવાનું નક્કી થયું હતું. પરંતુ કોરોનાની મહામારીને કારણે હવે ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ ગોવામાં જ કરવામાં આવે તેવી શકયતા છે. બે વખત ફિલ્મ શુટીંગનું લોકેશન બદલવામાં આવ્યું છે. યુરોપ કોરોનાની લપેટમાં હોવાથી લોકેશન બદલવા પડ્યા છે. નિર્માતાએ એક તબક્કે શુટીંગ માટે થાઇલેન્ડની પણ પસંદગી કરી હતી. પરંતુ ત્યાં પણ શુટીંગ થઇ શકે તેમ નથી. અરશદે કહ્યું હતું કે ફિલ્મમાં સંજય દત્ત એક અંધ ડોનના રોલમાં છે, અને પોતે (અરશદ) તેની આંખ તરીકે કામ કરે છે. ફિલ્મમાં ભરપુર કોમેડી છે.

(9:43 am IST)