Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

તારાને યાદ આવી માલદિવના બીચની

લોકડાઉનને કારણે બોલીવૂડના સ્ટાર્સ ઘરમાં છે. અભિનેતા-અભિનેત્રીઓ જો કે ઘરે રહીને સોશિયલ મિડીયા થકી સક્રિય રહી પોતાના ચાહકો સાથે સતત સંપર્કમાં રહે છે. તાજેતરમાં તારા સુતારીયાએ હોટ બિકીની સાથેની પોતાની તસ્વીરો પોસ્ટ કરતાં વાયરલ થઇ ગઇ હતી. તારા સુતારીયા બીચ પર જોવા મળી રહી છે. તેના કહેવા મુજબ આ તસ્વીર માલદિવની છે. આ તસ્વીર સાથે તારાએ કેપ્શનમાં લખ્યું છે કે-મિસિંગ.  તારાએ સાથે બિકીની, બીચ અને સૂરજની ઇમોજી પણ પોસ્ટ કરી છે. એક તસ્વીરમાં તારા બીચ પર બેસી હોટ અંદાજમાં પોઝ આપતી દેખાય છે. ફોટોગ્રાફર પણ જોવા મળી રહ્યો છે. તારા સુતારીયાની આ તસ્વીરને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. બોલીવૂડમાં સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ થકી બોલીવૂડમાં એન્ટ્રી કરી છે. એ પછી તે સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે મરજાવામાં જોવા મળી હતી. હવે પછી તે તડપ નામની ફિલ્મમાં જોવા મળશે. જેમાં તેની સાથે અહાન શેટ્ટી હીરો છે.  તે ૨૦૧૦ થી ૨૦૧૩ના ગાળામાં ટીવી પરદે પણ જુદા-જુદા શોમાં કામ કરી ચુકી છે. તાજેતરમાં તેનો મસક્કલી વિડીયો પણ હિટ થયો હતો.

(9:42 am IST)