Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

પૂજા હેગડે ૪ વર્ષ બાદ ફરી એક વખત હિન્દી ફિલ્મમાં

મુંબઇ : બોલિવૂડ અને ટેલિવૂડની લોકપ્રિય અભિનેત્રી પુજા હેગડે ફરી એકવાર હિન્દી  ફિલ્મમાં સક્રિય થઇ રહી છે.  કોમેડી સીરીઝની ફિલ્મ હાઉસફુલ-૪ મા  નજરે પડનાર છે. પૂજા હેગડે આશરે ચાર વર્ષના લાંબા ગાળા બાદ  બોલિવુડની કોઇ ફિલ્મ કરી રહી છે. પૂજા હેગડે કહે છે કે છેલ્લા કેટલાક સમયથી  તે ફિલ્મના શુટિંગ માટે જુદા જુદા સ્થળ પર પહોંચી રહી છે. જેથી તેને ખુબ મહેનત કરવી પડી રહી છે.

તે ફિલ્મમાં સ્થાન મેળવીને ખુબ જ ખુશ છે. તે પોતાની ફિટનેસને સર્વોચ્ચ પ્રાથમીકતા આપી રહી છે. સવારે તે ચાર વાગે ઉઠી જાય છે અને  ફિટનેસને લઇ વ્યસ્ત બની જાય છે. તે ડાયેટીંગમાં વિશ્વાસ કરતી નથી.  જંકફૂડથી દૂર રહે છે. હાઉસફુલ જેવી સીરીઝમાં તેને કામ કરવાની તક મળી છે.  કારણ કે આ  સિરીઝની ફિલ્મ  હંમેંશા સફળ અને  હિટ સાબીત થઇ છે.

નવી ફિલ્મમાં આ વખતે  બોબી દેઓલની  વાપસી થઇ રહી છે. તેની સાથે રિતેશ દેશમુખ પણ છે ફિલ્મમાં અક્ષયકુમાર  લાંબા સમય બાદ કોમેડી ફિલ્મ કરી રહ્યો છે.  હાઉસફુલ ફિલ્મને લઇ તમામ કલાકારો  ફિલ્મના શુટીંગમા લાગી  ગયા છે. ફિલ્મનુ શુટીંગ વહેલી તકે પૂર્ણ કરવા માટેની તૈયારી કરાઇ છે. પૂજા હેગડે પાસે અન્ય કેટલીક સારી ફિલ્મ આવી છે. પૂજા હેગડે

(1:27 pm IST)