Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

ભાઇચુંગની બાયોપિક માટે મારો સંપર્ક કરાયો નથી : ટાઇગર શ્રોફ

મુંબઇ : યુથ આઇકોન ગણાતો ટાઇગર શ્રોફ આજકાલ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યર મા  સંુદર ભૂમિકા ભજવવા બદલ ચર્ચામાં છે. જોકે ફિલ્મને બોકસ ઓફિસ પર ધાર્યા મુજબનો પ્રતિસાદ મળ્યો નથી. તેમજ છતા ટાઇગરના કામની પ્રશંસા થઇ રહી છે.

બોલીવૂડમાં એવી અફવાઓ ફેલાઇ છે કે જાણીતા ફુટબોલ ખેલાડી ભાઇચુંગ ભૂતિયાની બાયોપિક બનવા જઇ રહી છે અને તેના રોલ માટે ટાઇગર શ્રોફની પસંદગી કરવામાં  આવી છે. જો કે આવી તમામ અટકળોને  ફગાવી દેતા ટાઇગરેુ  જણાવેલ કે આ માટે મારો કોઇ સંપર્ક  કરવામાં નથી આવ્યો.  હું આવા કોઇપણ પ્રોજેકટ માટે કામ કરી રહ્યો નથી.

(1:27 pm IST)