Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

12 વર્ષ પછી બનશે ફિલ્મ 'ભાગમ ભાગ'ની સિક્વલ

મુંબઇ:  ૧૨ વરસ પહેલા રૃપેરી પડદે અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલ અભિનિત ફિલ્મ ભાગમભાગ બોક્સ ઓફિસ પર તરખાટ મચાવ્યો હતો. હવે દિગ્દર્શક પ્રિયદર્શન ફિલ્મનો બીજો ભાગ બનાવાની તૈયારી કરી રહ્યા છે. સૂત્રના જણાવ્યા પ્રમાણે સિકવલમાં અક્ષય કુમાર કે ગોવિંદા કામ કરવાના નથી. સુનીલ શેટ્ટી ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવશે, જ્યારે હજી બીજી સ્ટાર કાસ્ટ અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. મૂળ ફિલ્મનું દિગ્દર્શન પ્રિયદર્શનનું હતુ ંજ્યારે નિર્માણ સુનીલ શેટ્ટીની હતું. વખતે સુનીલ શેટ્ટી નિર્માતા નહીં હોય પરંતુ ફિલ્મનો મુખ્ય હીરો હશે. કહેવાય છે કે સુનીલે મહિનામાં પ્રિયદર્શન સાથે ઘણી મુલાકાતો કરીને ફિલ્મ અંગે નિર્ણય લીધો છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તૈયાર થઇ ગઇ છે. વરસના અંતમાં ફિલ્મનું શૂટિંગ શરૃ થાય તેવી શક્યતા છે. મૂળ ફિલ્મમાં પરેશ રાવલ લંડનમાં એક નાટક કરવાનો હોય છે જેના માટે તે અક્ષય અને ગોવિંદાને લંડન લઇ જાય છે. પછી જે રમુજી કિસ્સાઓ બને છે તેમાં ભાગમભાગ શરૃ થઇ જાય છે.

(4:30 pm IST)