Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચનો મને કોઈ અનુભવ નથી: માધુરી દીક્ષિત

મુંબઇ:  અભિનેત્રી માધુરી દીક્ષિત નેનેએ કહ્યું હતું કે બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચ વિશે મેં પણ સાંભળ્યું છે. પરંતુ મને પોતાને એેવો કોઇ અનુભવ થયો નથી. 'મેં પણ આવી વાતો ઘણીવાર સાંભળી છે.પરંતુ મને પોતાને આવો કોઇ અનુભવ થયો નથી એટલે વિશે હું કંઇ કહી શકું એમ નથી. જો કે મને એમ લાગે છે કે પહેલાં કરતાં પરિસ્થિતિ હવે થોડી સારી છે' એમ માધુરીએ કહ્યું હતું. તેણે તરત ઉમેર્યું હતું કે આજથી વીસ પચીસ વર્ષ પહેલા કોઇ મહિલા આવી વાત કરે તો કોઇ સાંભળતું નહોતું. આજે તો  મી ટુ (હું પણ આવો ભોગ બની છું) આંદોલનમાં દુનિયાભરની સ્ત્રીઓ બોલી રહી છે. દર્શાવે છે કે પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે. હાલ માધુરી લગભગ બે દાયકાના વિરામ પછી ફરી એકવાર કરણ જોહરની ફિલ્મ કલંકમાં સંજય દત્ત સાથે કામ કરી રહી છેજો કે બંને એક્કે ફ્રેમમાં સાથે દેખાવાના નથી એવું જાણવા મળ્યું હતું. સાથોસાથ બકેટ લિસ્ટ નામની ફિલ્મ કરી રહી છે. ફિલ્મ વિશે બોલતાં એણે કહ્યું કે બકેટ લિસ્ટ ફિલ્મમાં એક એવી ગૃહિણીની વાત છે જે સકારાત્મક પરિવર્તન માટે પોતાની જાતને બદલવાના પ્રયાસો કરે છે. કારકિર્દીની ટોચ પર હતાં ત્યારે તમે લગ્ન કેમ કરી લીધાં એવા સવાલના જવાબમાં એણે કહ્યું કે મને યોગ્ય સમયે યોગ્ય પાત્ર મળી ગયું એટલે મેં લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો.

(4:29 pm IST)