Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ડાન્સ કરતી વખતે હું નર્વસ થઈ જાઉં છું: રણબીર કપૂર

રણબીર કપૂરનું કહેવું છે કે તે જયારે પણ ડાન્સ કરે છે ત્યા ખૂબ જ નર્વસ થઈ જાય છે. રણબીર ફિલ્મોમાં ખૂબ જ સારો ડાન્સ કરે છે, પરંતુ સ્ટેજ પર ડાન્સ કરવામાં તેને ડર લાગે છે. આ વિશે વધુ જણાવતાં રણબીરે કહ્યું હતું કે 'હું જયારે ડાન્સ કરું છું ત્યારે ખૂબ જ નવર્સ થઈ જાઉં છું. અમે જયારે ફિલ્મ માટે ડાન્સ કરીએ છીએ ત્યારે કેમેરા અને રીટેકસ હોય છે પરંતુ અમે જયારે લાઈવ ઓડિયન્સ માટે ડાન્સ કરીએ છીએ ત્યારે એક જ ટેક હોય છે. આ સમયે તમારે તમારો શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપવો પડે છે. આ પફોર્મન્સમાં કોઈ કટ નથી હોતા. આથી મારે વધુ રિહર્સ કરવું છે કારણ કે મારે પોતાને શ્રેષ્ઠ બનાવવો છે'

(2:36 pm IST)