Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સલમાન ખાને શેયર કર્યું ફિલ્મ 'ભારત'નું નવું પોસ્ટર

મુંબઈ: બોલીવુડના દબંગ ખાનની નવી ફિલ્મ ભારતના ઘણા પોસ્ટરો સામે આવ્યા છે. તાજેતરમાં આ ફિલ્મનું નવું પોસ્ટર સલમાન ખાને તેના સોસીયલ એકાઉન્ટ પર શેયર કર્યું છે આ પોસ્ટરમાં સલમાન ખાન નૌસેના અધિકારીના લુકમાં જોયા મળે છે અને કેટરીના કૈફ પણ એક સામાન્ય લુકમાં નજરે પડી રહી છે. સલમાન અને કેટરિનાની જોડી ચાહકોની ખૂબ જ પસંદ કરે છે. અત્યાર સુધીમાં સલમાન ખાનની ફિલ્મના ચાર પોસ્ટરો સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં ઘણા પોસ્ટરો બહાર પાડવામાં આવશે.

(5:59 pm IST)