Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

જો કંઇપણ ખોટુ ન હોય તો લોકોએ પોતાનું જીવન યોગ્ય રીતે સમજી-વિચારીને ચલાવવુ જોઇએઃ અરબાઝ ખાને છુટાછેડાનું રહસ્ય ખોલ્યુ

નવી દિલ્હી : ફિલ્મમેકર અરબાઝ ખાને અને મોડેલ-એક્ટ્રેસ મલાઇકા અરોરાની જોડી બોલિવૂડની ફેમસ જોડી ગણાતી હતી. જોકે આ દંપતિએ ડિવોર્સની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. અત્યાર સુધી અરબાઝે આ મુદ્દે કોઈ વાત નહોતી કરી પણ હવે આ મુદ્દે તેણે ખુલીને વાત કરી છે.

અરબાઝ ખાને હાલમાં એક ટોક શોમાં અનુપમા ચોપડા સાથે વાતચીત કરતી વખતે પોતાના ડિવોર્સ વિશે વિગતવાર વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ''બધુ બરાબર લાગી રહ્યું હતું પણ એકાએક લગ્ન તુટી ગયા. જો કંઈ પણ ખોટું ન હોય તો લોકોએ પોતાનું જીવન યોગ્ય રીતે સમજી વિચારીને ચલાવવું જોઈએ તેમજ યોગ્ય નિર્ણય લેવો જોઈએ. આ પરિસ્થિતિ પછી પણ હું લોકોને લગ્ન કરવાની સલાહ આપીશ. લગ્નપ્રથા સદીઓ જુની છે અને જ્યાં સુધી બહુ યોગ્ય ન થાય ત્યાં સુધી આપણા તરફથી બધું બરાબર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.''

મલાઇકાની ગણતરી બોલિવૂડની બોલ્ડ અને બ્યુટીફુલ સેલિબ્રિટીમાં થાય છે. 2017માં મલાઇકાએ અરબાઝ સાથેના 18 વર્ષના લગ્નજીવન પછી ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો હતો. મલાઇકાએ એક રેડિયો શોમાં હોસ્ટ કરીનાને જણાવ્યું હતું કે ડિવોર્સ પહેલાં લોકોએ અનેક રીતે મને રિલેશનશીપ બચાવવાની સલાહ આપી હતી પણ મેં મારી ઇચ્છાને માન આપીને ડિવોર્સ લેવાનું પસંદ કર્યું હતું. હવે હું જીવનમાં નવી શરૂઆત કરવા માટે તૈયાર છું. ચર્ચા પ્રમાણે અરબાઝ પણ બહુ જલ્દી ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે લગ્નનું પ્લાનિંગ કરી રહ્યો છે જ્યારે મલાઇકા હવે અર્જુન કપૂર સાથે લગ્ન કરવાની હોવાની ચર્ચા છે.

(6:06 pm IST)
  • મતદારો નિરુત્સાહ રહ્યા : લોકસભાની ચૂંટણીના બીજા ફેઝમાં મતદાન, 2014 કરતા થોડું ઓછું રહ્યું : ઓરિસ્સામાં -14.48%, તામિલનાડુમાં -8.73%, પુન્ડુચેરીમાં -6.63%, જમ્મુ એન્ડ કશ્મીરમાં -5.13%, પશ્ચિમ બંગાળમાં -5.13%,આસામમાં -2.42%, મહારાષ્ટ્રમાં -1.69%, છત્તીસગઢહમાં -1.62%, કર્ણાટકમાં -0.63%, બિહારમાં -0.09%, ઉત્તર પ્રદેશમાં +0.3% અને મણિપુરમાં +1.23% મતદાનની ટકાવારી રહી access_time 2:10 am IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • ચૂંટણી આયોગની ફ્લાઈંગ સ્ક્વોડે હેલિપેડ પર બીએસ યરદુરપ્પાના સામાનનું કર્યું ચેકીંગ : કર્ણાટકના શિવમોગ્ગામાં હેલિપેડ પર ભાજપ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યરદુરાપ્પા અને કે,એસ,ઈશ્વરપ્પાના સામાનનું તલાસી લેવાઈ હતી access_time 1:24 am IST