Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સત્ય ઘટના પર આધારીત એકશન થ્રિલરમાં વિદ્યુત

અભિનેતા વિદ્યુત જામવાલની ફિલ્મ જંગલી તાજેતરમાં જ રિલીઝ થઇ હતી. હોલીવૂડના નિર્દેશકે આ ફિલ્મ બનાવી હોવા છતાં સફળતા મળી નહોતી. જો કે આમ છતાં વિદ્યુતની લોકપ્રિયતામાં ખામી આવી નથી. તેને વધુ એક એકશન થ્રિલર ફિલ્મ મળી છે. કુમાર મંગત અને અભિષેક પાઠક નિર્મિત એક ફિલ્મનું ફારૂખ કબીર નિર્દેશન કરશે. સત્ય ઘટના પર આધારીત આ એકશન થ્રિલર ફિલ્મમાં વિદ્યુતને મુખ્ય રોલ અપાયો છે. જેનું શુટીંગ મોરક્કો અને કેરલમાં કરવામાં આવશે. આ વર્ષના જુલાઇ મહિનામાં જ શુટીંગ શરૂ થઇ જશે અને અવાતા વર્ષે ફિલ્મ રિલીઝ થશે. 'ખુદા હાફિઝ' એવું નામ આ ફિલ્મને અપાયું છે. ઇન્ટરનેશનલ એકશન કોરિયોગ્રાફરની આ ફિલ્મ માટે મદદ લેવાશે.  વિદ્યુત કહે છે આ ફિલ્મ મારી અસલી જિંદગીથી પ્રેરીત હોય તેવી છે. જેને આજના સમય મુજબ ઢાળવામાં આવી છે. મને આ ફિલ્મ મળતાં હું ગોૈરવ અનુભવું છું.

 

(9:58 am IST)