Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

કાસ્ટીંગ કાઉચને કારણે ટીવી પરદો છોડ્યો'તોઃ રીચા

ટીવી પરદાના સુપરહિટ કોમેડી શો 'ખિચડી'માં બાળ કલાકાર ચક્કીનું પાત્ર ભજવી ઘર-ઘરમાં જાણીતી બનેલી રિચા ભદ્રા આજે ટીવી ઇન્ડસ્ટ્રીથી દુર છે. તે ખિચડીમાં તેના ડાયલોગ 'બડે લોગ-બડે લોગ' થકી જાણીતી હતી. સાથે તેના ભાઇ જૈકી અને આરાધ્યની અજીબ હરકતો પણ સોૈને હસવા મજબુર કરતી હતી. રિયાએ એ પછી બા બહુ ઓૈર બેબી, મિસિસ તેંડુલકર અને ગુમરાહમાં કામ કર્યુ હતું. એ પછી ટીવી પરદે કામ કરવાનું છોડી દીધું હતું. રીચાએ કહ્યું હતું કે ટીવી પરદે રોમાન્ટીક સિન માટે મારો પરિવાર તૈયાર નહોતો. આમ પણ હું દુબળી પાતળી નહોતી, ટીવીમાં હવે દુબળી પાતળી છોકરીઓ જ વધુ ચાલે છે. હું મારા પરિવાર વિરૂધ્ધ જઇ શકતી નહોતી. મારે કાસ્ટીંગ કાઉચનો સામનો પણ કરવો પડ્યો હતો. લગ્ન પછી મને કેટલીક જગ્યાએ ઓડિશન વખતે 'સમાધાન' કરવા કહેવાયું હતું. એક કાસ્ટીંગ ડાયરકટરે તો પોતાને ખુશ કરી દેવા મને કહ્યું હતું. મને હોટેલમાં મળવાનું કહ્યું હતું. ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા હું આવું કરવા તૈયાર નહોતી. રિચાએ ૨૦૧૭માં બિઝનેસમેન વિવેક ગુપ્તા સાથે લગ્ન કર્યા છે.

(9:58 am IST)