Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

બહારના કલાકારોને સારા રોલ મળવા મુશ્કેલ હોય છેઃ રકુલ પ્રિત સિંહ

અભિનેત્રી રકુલ પ્રિત સિંહ કહે છે બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં તમે બહારથી આવતા હો તો સારા પાત્રો મળવા મુશ્કેલ હોય છે. જો કે હું ખુશ છું કે મને સતત સારા પાત્રો મળી રહ્યા છે. રકુલની આગામી ફિલ્મ 'દે દે પ્યાર દે' છે. જેમાં તે અજય દેવગણ અને તબ્બુ સાથે મુખ્ય ભુમિકામાં છે. ફિલ્મ વિશે રકુલે કહ્યું હતું કે મેં માત્ર મારા પાત્રને જોઇને જ ફિલ્મ કરવાની હા કરી દીધી હતી. કારણ કે ઇન્ડસ્ટ્રીની બહારથી તમે આવતાં હો છતાં તમને આવું જબરદસ્ત પાત્ર મળતું હોય તો  તમે નસિબદાર છો. મને સ્ક્રિપ્ટ સંભળાવવામાં આવી ત્યાં જ મને મારું પાત્ર ગમી ગયું હતું. મેં કહ્યું હતું કે આ રોલ મેળવવા હું ગમે તે કરીશ. હું ટીમની આભારી છું કે મને આ કામ મળ્યું. લવ રંજન લિખીત અને નિર્મિત આ રોમાન્ટીક કોમેડી ફિલ્મનું નિર્દેશન આકિવ અલીએ કર્યુ છે. ૫૦ વર્ષના પ્રોૈઢ અને ૨૬ વર્ષની યુવતિની પ્રેમ કહાની ફિલ્મમાં છે. રકુલ લંડનમાં રહેતી યુવતિના રોલમાં છે.

(9:57 am IST)