Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

10 વર્ષ પછી અભિષેક બચ્ચન સાથે નજરે પડશે પ્રિયંકા ચોપરા

મુંબઇ: પ્રિયંકા ચોપરાએ સલમાન ખાન સાથે ભારત ફિલ્મમાં કામ કરવાનું સ્વીકાર્યા બાદ અભિષેક બચ્ચન સાથે પણ કામ કરવાની છે તેવી ચર્ચા બોલીવૂડમાં થઇ રહી છે. પ્રિયંકા બે વરસ બાદ ફરી રૃપેરી પડદે સક્રિય થઇ રહી છે. પ્રિયંકા અને અભિષેક આયશા ચોધરીની લાઇફ પરઆધારિત ફિલ્મમાં કામ કરતા જોવા મળશે. આ ફિલ્મની વાર્તા એવી એક યુવતી પર આધારિત છે જેને વિષેષ પ્રકારની એક બીમારી   છે અને સતત હિંમતથી તે આ રોગનો સામનો કરીને પોતાને નવજીવન આપે છે. પ્રિયંકા અને અભિષેક છેલ્લે ૨૦૦૮માં દોસ્તાના ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. તેમની ઓનસ્ક્રિન કેમેસ્ટ્રી દર્શકોને બહુ પસંદ પડી હતી. જોકે અભિષેકે હજી સુધી ફિલ્મનું ફાઇનલ નેરેશન સાંભળ્યું નથી. પ્રિયંકા આ ફિલ્મમાં ૧૩ વરસની બાળકીની માતાની ભૂમિકા ભજવશે.

(5:00 pm IST)