Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

મેગાબજેટ 'પાણીપત' ફિલ્મ માટે ભવ્ય સેટ ઉભો કરશે આશુતોષ ગોવારિકર

મુંબઇ:  ફિલ્મ સર્જક આશુતોષ ગોવારીકર પોતાની મેગાબજેટ ઐતિહાસિક ફિલ્મ પાણીપત માટે ભવ્યાતિભવ્ય સેટ બનાવડાવશે એવી માહિતી મળી હતી. અગાઉ આશુતોષ લગાન, જોધા અકબર અને મોહેં જો દારો જેવી ફિલ્મો આપી ચૂક્યા છે. જો કે મોહેં જો દારોને બોક્સ ઑફિસ પર ધારી સફળતા મળી નહોતી. હાલ આશુતોષ પાણીપતનું પ્લાનિંગ કરી રહ્યા છે અને આ ફિલ્મ માટે તેમણે સિનિયર અભિનેતા સંજય દત્ત ઉપરાંત અર્જુન કપૂરને સાઇન કર્યા હતા. જોધા અકબરના આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઇ હવે પાણીપતના સેટ્સ તૈયાર કરશે. અગાઉ તેમણે જોધા અકબરમાં આગ્રા ફોર્ટના સેટ્સ એવા અદ્દલ તૈયાર કર્યા હતા કે જોનારા છેતરાઇ જાય કે આ ફિલ્મના સેટ્સ છે કે સાચુકલો કિલ્લો છે ! પાણીપત માટે આશુતોષ અને નીતિન દેસાઇએ ફરી એકવાર હાથ મિલાવ્યા છે અને આશુતોષે નીતિનને છૂટ્ટો હાથ આપી દીધો છે કે તમને યોગ્ય લાગે એ રીતે તમેે સેટ નિર્માણનું કાર્ય ત્વરાએ શરૃ કરી દો.  આ ફિલ્મ ચાલુ વર્ષના ઉત્તરાર્ધમાં ફ્લોર પર જવાની ધારણા છે.

(4:57 pm IST)