Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સ્ટાર સોનુ સુદ હિન્દી અને મરાઠી ફિલ્મો કરવા તૈયાર

શાહરૂખ, સલમાન અને પ્રિયંકા મરાઠી ફિલ્મ તરફ : મરાઠી ફિલ્મોની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે નવો ક્રેઝ

મુંબઇ,તા. ૧૯ : મરાઠી ફિલ્મોની ઝડપથી વધી રહેલી લોકપ્રિયતાને ધ્યાનમાં લઇને હવે અભિનેતા સોનુ સુદે મરાઠી અને હિન્દી ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે. મરાઠી ફિલ્મમાં ભાગ્ય અજમાવવા માટેનો નિર્ણય કર્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ બોલિવુડના કેટલાક મોટા સ્ટાર હાલમાં મરાઠી ફિલ્મમાં કામ કરી રહ્યા છે. મોટા સ્ટાર પોતાના હોમ પ્રોડક્શનમાં મરાઠી ફિલ્મ બનાવવા માટે આગળ વધી રહ્યા છે. શાહરૂખ ખાન, સલમાન ખાન અને પ્રિયંકા ચોપડા જેવા મોટા સ્ટાર મરાઠી ભાષાની ફિલ્મમાં રસ લઇ રહ્યા છે. પ્રિયંકા ચોપડાના પ્રોડક્શન હેઠળ  વેન્ટીલેટર  ફિલ્મ બની ચુકી છે.  સોનુ સુદે પહેલા પંજાબી અને સાઉથની રિઝનલ ફિલ્મમાં કામ કરી ચુક્યો છે. હવે તે મરાઠી ફિલ્મના નિર્માણમાં વ્યસ્ત રહેવા માંગે છે. તે પોતે ફિલ્મ નિર્માણની સાથે સાથે પોતે એક્ટિંગ પણ કરનાર છે.  સોનુ પોતાની મરાઠી પ્રોડક્શનની ફિલ્મમાં અભિનય પણ કરનાર છે. સોનુની વાતમાં વિશ્વાસ કરવામાં આવે તો મહારાષ્ટ્ર એક એવી જગ્યા છે જેના કારણે તેને ઘણુ મળ્યુ છે. હવે સમય આવી ગયો છે કે અહીંના લોકો માટે પણ કોઇ કામ તે કરે. સોનુ કહે છે કે અમે મરાઠીમાં એક એવી ફિલ્મ બનાવી રહ્યા છીએ જે મનોરંજનની સાથે સાથે સામાજિક સંદેશ પણ આપનાર છે. હાલમાં મરાઠી ફિલ્મની પટકથા પર ઝડપથી કામ ચાલી રહ્યુ છે. હાલમાં સોનુ પોતે મરાઠી અને તેના ટોણ પર પક્કડ જમાવી લેવાના પ્રયાસ કરી રહ્યો છે. સોનુ સુદ  જેકી ચાનની સાથે કુન્ગ ફુ યોગા નામની ફિલ્મમાં નજરે પડ્યો હતો. સોનુ સુદને હિન્દી ફિલ્મોમાં ઓછી સફળતા મળી છે પરંતુ તે દક્ષિણ ભારતની ફિલ્મોમાં ખુબ લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી ચુક્યો છે.

(12:57 pm IST)