Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

અલી ફઝલે દસ કિલો વજન ઘટાડ્યું

અભિનેતા અલી ફઝલે આગામી ફિલ્મ માટે પોતાનું દસ કિલો વજન ઘટાડ્યું છે. અલીએ કહ્યું હતું કે વજન ઓછુ કરવા માટે નક્કર અને દ્રઢ ઇચ્છાશકિતની જરૂરિયાત હોય છે. મેં વજન ઓછુ કરવા માટે કાર્બોહાઇડ્રેટ વગરના અને ખાંડ વગરના ખોરાકનું સેવન કર્યુ છે. ટ્રેનરે મને રોજ પાંચ કિલોમીટરથી પણ વધુ દોડવાની સલાહ આપી હતી. તેણે મને એમ પણ કહ્યું હતું કે હું દિલથી પ્રયત્ન કરું તો હૃષ્ટપૃષ્ટ અને પાતળો એમ બંને દેખાઇ શકુ છું. જો કે હું પાતળો જ છું અને સહજ છું. જો કે રોલ માટે મારે દસ કિલો વજન ઘટાડવું પડ્યું છે. વજન ઓછુ કરવા માટે હું દરરોજ ખુબ દોડતો હતો. તિગ્માંશુ ધુલીયાની ફિલ્મ મિલન ટોકિઝમાં અલીને મુખ્ય રોલ મળ્યો છે. અગાઉ વેબ સિરીઝ મિર્જાપુર માટે અલીએ ૧૪ કિલો વજન વધાર્યુ હતું.

(10:05 am IST)