Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ટીવી સ્ટાર વરૂણ અને પત્નિ રાજેશ્વરી કરશે એક સાથે કામ

ટીવી અભિનેતા વરૂણ બડોલા અને અભિનેત્રી રાજેશ્વરી સચદેવ પોત પોતાની રીતે જાણીતા છે. આ બંને અસલી જિંદગીમાં કપલ છે. આ કપલ હવે એક સાથે કામ કરવાનું છે. એક નાટક માટે બંનેને રોલ મળ્યો છે. આ નાટકનું નામ 'શબ્દ લીલા' છે. ટીવી પરદાનો વરૂણ ખુબ જાણીતો અભિનેતા છે. તેની પત્નિ રાજેશ્વરીએ ટીવી ઉપરાંત ફિલ્મોમાં પણ પણ કામ કર્યુ છે.

આ નાટક કવિ-લેખક ધર્મવીર ભારતી દ્વારા પોતાની પત્નિને લખાયેલા પ્રેમપત્રો પર આધારીત છે. આ નાટક ખુબ અનોખુ છે. કપલ વરૂણ અને રાજેશ્વરીએ રિહર્સલ શરૂ કરી દીધુ છે. આ બંનેએ ૧૪ વર્ષ પહેલા લગ્ન કર્યા હતાં. હવે પહેલી જ વાર સાથે કામ કરશે. રાજેશ્વરીએ કહ્યું હતું કે રિહર્સલ શરૂ થતાં હું ફરીવાર વરૂણના પ્રેમમાં પડી ગઇ હતી. વરૂણે બનેગી અપની બાત, દેશ મેં નિકલા હોગા ચાંદ, અસ્તિત્વ એક પ્રેમ કહાની જેવા શો અને રાજેશ્વરીએ બાલિકા વધૂ, લોૈટ આઓ તૃષા, પેશવા બાજીરાવ જેવા શો કર્યા છે.

(10:05 am IST)