Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

વધુ એક વખત ગીત ગાશે પરિણીતી ચોપડા

અભિનેત્રી પ્રિયંકા બોલીવૂડ, હોલીવૂડ, ડાન્સીંગ, ગાયકી એમ તમામ ક્ષેત્રમાં પોતાની ક્ષમતા દેખાડી ચુકી છે. તેની બહેન પરિણીતી ચોપડા પણ અભિનય ઉપરાંત ગાયનમાં કમાલ કરી ચુકી છે. પરિણીતીએ અગાઉ ફિલ્મ મેરી પ્યારી બિંદુમાં એક ગીત માના કી હમ યાર નહિ...ગાયુ હતું. બોલીવૂડમાં આ તેનું પહેલુ ગીત હતું. જેને લોકોએ પસંદ કર્યુ હતું. હવે પરી ફરીથી એક ગીત ગાવાની છે.

ગાયક અને મ્યુઝિક કમ્પોઝર અમાલ મલિક સાથે મળીને પરિણીતી એક આલ્મબ બનાવવાની છે. જેમાં એક ગીત તે ગાવાની છે. અમાલ અને પરિણીતીએ એક મિટીંગ કરી ટ્રેક અને કમ્પોઝિશનની વાત કરી હતી. ટુંક સમયમાં જ ગીતનું રેકોર્ડિંગ થશે. આ ગીતના શબ્દો મુજે તુમ...એવા હશે. હાલમાં પરિણીતા નમસ્તે ઇંગ્લેન્ડનું શુટીંગ કરી રહી છે.

(10:03 am IST)