Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

શિલ્‍પા શેટ્ટી પતિ રાજ કુન્‍દ્રાને ‘થપ્‍પડ' લગાવીને કહે છે, ‘ઔકાતમાં રહો, મેરે પતિ હો': સોશ્‍યલ મીડિયામાં વીડિયોના 3 મહિનામાં 1 મિલિયન ફોલોઅર્સ

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ગત થોડા દિવસોથી સતત ચર્ચામાં રહી છે. પોતાના લુકના લીધે મોટાભાગે ચર્ચામાં રહેનાર અભિનેત્રી તાજેતરમાં જ એક પુત્રીની માતા બની છે. તો બીજી તરફ તેમના પતિ રાજ કુંદ્વા લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. શિલ્પાના ફિલ્મોમાં કામ કરવા છતાં રાજ કુંદ્વાએ ક્યારેય ફિલ્મ ઇંડસ્ટ્રીમાં આવવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તે ખૂબ સક્રિય રહે છે.

વાયરસ થઇ રહ્યો છે વીડિયો

સોશિયલ મીડિયા પર રાજ કુંદ્વાની સક્રિયતાનો જ કમાલ છે તે ફિલ્મોમાં કરતા નથી અને તેમના ટિકટોક પર 1 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે. રાજ કુંદ્વાના એક મિલિયન ફોલોઅર્સ થતાં ઘણા સેલિબ્રિટી ચોંકી ગયા છે. રાજ કુંદ્વા પણ તેનાથી ખુશ છે અને તેમણે એક વીડિયો શેર કર્યો છે. રાજ કુંદ્વા ગીત 'ન હમ અમિતાભ, ન દિલિપ કુમાર, ન કોઇ હિરો કે બચ્ચે' પર નાચતા જોવા મળે છે. આ દરમિયાન શિલ્પા શેટ્ટી પણ ત્યાં પહોંચી જાય છે અને રાજને એક 'થપ્પડ' લગાવે છે. ત્યારબાદ શિલ્પા કહે છે 'ઔકાતમાં રહો, મેરે પતિ હો.' રાજ કુંદ્વાએ વીડિયો શેર કરતાં લખ્યું, 'ઇસ પ્યાર કે લિયે તમામ લોકોનો આભાર. ટિક ટોક પર 3 મહિનામાં એક મિલિયન ફોલોઅર્સ કેવી રીતે? અ મજાક છે! શિલ્પા!

તમને જણાવી દઇએ કે 15 ફેબ્રુઆરીથી 2020ના રોજ શિલ્પા અને રાજની પુત્રીનો જન્મ થયો હતો અને 21 ફેબ્રુઆરીના રોજ તેમણે બાળકીના આવવાની ખુશી આપી હતી. શિલ્પાએ ઇંસ્ટાગ્રામ પર પુત્રીના હાથનો ફોટો શેર કરતાં જણાવ્યું હતું કે તેનું નામ સમીશા રાખવામાં આવી છે. હવે શિલ્પાની પુત્રી 1 મહિનાની થઇ ગઇ છે.

(4:48 pm IST)