Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

અલાયા વેબ સિરીઝમાં

બોલીવૂડ, ટેલીવૂડની જેમ હવે ડિજીટલ પ્લેટફોર્મ પર પણ અસંખ્ય ચાહકો ઉપલબ્ધ છે. કરણ જોૈહરે સ્ટુડન્ટ ઓફ ધ યર અને સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ બનાવી હતી. પહેલી ફિલ્મમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ અને સિધ્ધાર્થ મલ્હોત્રાને લેવાયા હતાં. બીજી ફિલ્મમાં ટાઇગર શ્રોફ સાથે અનન્યા પાંડે અને તારા સુતારીયાને હિરોઇન તરીકે રજૂ કરી હતી. હવે તે સ્ટુડન્ટ ઓફ ધ યર-૩ બનાવશે. પણ આ વખતે આ ફિલ્મ નહિ હોય પરંતુ વેબ સિરીઝ હશે. કરણે આ માટે પ્લાનીંગ કરી છે અને આ વેબ સિરીઝ થકી તે પોતાના દર્શકો સુધી પહોંચશે. આ સિરીઝના ક્રિએટીવ હેડ તરીકેની જવાબદારી ગૂડ ન્યુઝ નામની ફિલ્મ બનાવનારા રાજ મહેતાને સોંપાઇ છે. સિરીઝમાં પૂજા બેદીની દિકરી અલાયા ફર્નિચરવાલાને મુખ્ય રોલ અપાશે. અલાયા છેલ્લે સૈફ અલી ખાન સાથે જોવા મળી હતી. અગાઉ એવી ચર્ચા હતી કે શાહરૂખ ખાનની દિકરી સુહાનાને વેબ સિરીઝમાં લેવામાં આવશે. પણ કરણે આ વાતનું ખંડન કર્યુ હતું.

(10:11 am IST)