Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

આલિયા ભટ્ટની દરિયાદિલી :ડ્રાઇવર અને હેલ્પરને જન્મદિને આપી 50 લાખની ભેટ :બંનેએ ખરીદ્યુ ઘર

 

મુંબઈ :તાજેતરમાં 15 માર્ચએ આલિયા ભટ્ટનો 26મો જન્મ દિવસ હતો. ત્યારે ખાસ દિવસે તેને રણબીર કપૂર અને ડેડી મહેશ ભટ્ટ, બહેન પૂજા અને થોડા નજીકનાં મિત્રો સાથે ઉજવ્યો હતો. એક વેબપોર્ટલ મુજબ બર્થ ડે સમયે આલિયાએ તેનાં ડ્રાઇવર સુનિલ અને હેલ્પર અનમોલને 50-50 લાખ રૂપિયા ગિફટ તરીકે આપ્યા કે તેઓ મુંબઇમાં તેમનું ઘર ખરીદી શકે.

કારણ કે આલિયાએ જ્યારથી તેનાં કરિઅરની શરૂઆત કરી છે ત્યારથી તેઓ તેની સાથે છે. આલિયાએ 2012માં ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. ત્યારથી તેની સાથે જે બે વ્યક્તિ છે તેમને આલિયા તેનાં પરિવારનો એક ભાગ માને છે. અને બંને વ્યક્તિ તેનાં ડ્રાઇવર અને હેલ્પર છે.

અહેવાલ મુજબ સુનિલ અને અનમોલે જુહુ અને ખાર વિસ્તારમાં તેમનું વન BHK ઘર બુક કરી લીધુ છે

(1:05 am IST)