Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

વિશ્વની પાવરફૂલ મહિલાઓની યાદીમાં પ્રિયંકા ચોપરાનું નામ સામેલ

મુંબઇ : બોલિવૂડ અને હોલિવૂડ બંનેની ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું નામ વિશ્વની પચાસ સૌથી પાવરફૂલ મહિલાઓની યાદીમાં ઉમેરાયું હોવાનું જાણવા મલ્યું હતું.યુએસએ ટુ ડે નામના પ્રતિષ્ઠિત સામયિકે યાદી પ્રગટ કરી. આ યાદીમાં ટીવી સામ્રાજ્ઞા ઓપ્રાહ વિનફ્રે અને હોલિવૂડની માતબર અભિનેત્રી મેરીલ સ્ટ્રીપ, જેનિફર લોરેન્સ, નિકોલ કીડમેન, બેયોન્સ વગેરે સાથે પ્રિયંકા ચોપરાનું નામ પણ પ્રગટ થયું હતું.   આ સમાચાર મળતાં પ્રિયંકાએ કહ્યું કે આ મહાન વિભૂતિઓ સાથે મારું નામ પ્રગટ થયું એનું મને ગૌરવ છે. મારા માટે પાવર (સત્તા) એટલે ગમતું કામ કરવાની મને મળતી આઝાદી છે. મારી પસંદગીનું કામ કરવામાં મને મળતો આનંદ છે. મારી પસંદગીનું કામ કરતાં મને કોઇ રોકતું નથી એ મારા માટે સશક્તિકરણ છે. જે મહિલાઓ સાથે મારું નામ પ્રગટ થયું છે એ દરેકે પોતાની કેડી જાતે કંડારી છે અને દરેકે પોતાના માર્ગમાં આવેલા પડકારો તથા સમસ્યાઓ ઝીલીને સિદ્ધિ મેળવી બતાવી છે.

(4:59 pm IST)