Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

હોટલનું બિલ ન ચુકવતા કન્નડ અભિનેત્રી પૂજા ગાંધી સામે નોંધાઈ ફરિયાદ

મુંબઈ: પોલીસે હોટલનું બિલ ચુકવતા કન્નડ ફિલ્મની અભિનેત્રી પૂજા ગાંધી સામે ફરિયાદ નોંધી છે. પોલીસે આપેલ માહિતી અનુસાર 11 માર્ચના અશોક હોટલમાં એક કાર્યક્રમ આયોજિત હતો અને ત્યાં ત્રણ દિવસ સુધી પૂજા રોકાઈ હતી. આરોપ છે કે પૂજા ગાંધીએ ત્રણ દિવસોનું રૂપિયા 4.5 લાખનું બિલ નથી ચૂક્યું. હોટલ દ્વારા જયારે પૂજાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ તેના તરફથી કોઈ પણ જવાબ મળતા હોટલ માલિકે પૂજા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પૂજાનો સંપર્ક કરીને તેને પોલીસ સ્ટેશન બોલાવીને હોટલ માલિકને 2 લાખ અપાવ્યા અને બાકીની રકમ માટે સમય આપ્યો છે.

(4:56 pm IST)