Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

સાઉથ સ્ટાર પ્રભાસ પોતાની ફિલ્મ સાહો સાથે દર્શકોના મનોરંજન માટે તૈયારઃ બાહુબલીનો લુક જોવા મળશે

મુંબઇ: બ્લોકબસ્ટર હિટ 'બાહુબલી'' ફ્રેંચાઇઝી સાથે દર્શકોને આકર્ષિત કર્યા બાદ, હવે સાઉથસ્ટાર પ્રભાસ પોતાની આગામી ફિલ્મ ''સાહો'' સાથે દર્શકોના મનોરંજન કરવા માટે તૈયાર છે. ''શેડ્સ ઓફ સાહો''ની શૃંખલા સાથે નિર્માતાઓએ ફિલ્મ પ્રત્યે દર્શકોને વધુ ઉત્સાહિત કરી દીધા છે. ''શેડ્સ ઓફ સાહો''માં પ્રભાસના સ્ટાઇલિશ લુક અને એક્શનની દમદાર ઝલકને દર્શકોને ખૂબ પસંદ કરવામાં આવી છે. ''સાહો''માં એક્શનની ભરમાળા હશે, સાથે જ ફિલ્મમાં અત્યાર સુધીના સૌથી મોંઘા એક્શન સીક્વેંસને અંજામને આપવામાં આવ્યો છે. 

મોટા બજેટમાં બની રહેલી પ્રભાસ અભિનીત સાહોમાં સ્પેશલ બાઇક અને કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અભિનેતા અંગત જીંદગીમાં પણ કાર અને બાઇકના શોખીન છે અને એટલા માટે ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવેલી બાઇક અને કારને અભિનેતા પોતાના ઘરે લઇ જવા માંગે છે. તે ઇચ્છે છે કે ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવેલી બાઇક અને કાર તેમના પર્સનલ કલેક્શનનો ભાગ બને.

અભિનેતા પ્રભાસે ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે તેના માટે પ્રભાસે 7 થી 8 કિલો વજન ઘટાડ્યું છે. ફિલ્મમાં વજન ઘટાડવા માટે પ્રભાસ માટે એક વિશેષ ડાઇટ પ્લાન બનાવવામાં આવ્યો હતો, સાથે જ અભિનેતાએ જિમમાં પણ પરસેવો પાડ્યો છે.

શ્રદ્ધા કપૂરની સાથે બાહુબલી મેગાસ્ટાર પ્રભાસ પોતાને આગામી એક્શન થ્રિલર ''સાહો'' સાથે દેશભરમાં પોતાના પ્રશંસકોને આશ્વર્યચકિત કરતાં જોવા મળશે. આ ફિલ્મ ભારતની પ્રથમ બહુભાષી ફિલ્મ છે જેને હિંદી, તેલૂગૂ  અને તમિળ આ ત્રણેય ભાષાઓમાં શૂટ કરવામાં આવી છે. સાહોમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર ઉપરાંત નીલ નિતિન મુકેશ, જૈકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર અને ચંકી પાંડે મનોરંજન પુરૂ પાડશે.

અમિતાભ ભટ્ટાચાર્યના લિરિક્સ અને શંકર-એહસાન-લોયનું સંગીત છે. આ ફિલ્મમાં ફોટોગ્રાફી નિર્દેશક મેઢી, અનુભવી એડિટર શ્રીકર પ્રસાદ અને લોકપ્રિય પ્રોડક્શન ડિઝાઇનર સાબૂ સિરિયલની ઉપસ્થિતિ સાથે તમે એક અવિશ્વનિય અને અદભૂત ફિલ્મની અપેક્ષા કરી શકો છો. એક્શન થ્રીલર 'સાહો' વામસી, પ્રમોદ, વિક્રમ દ્વારા નિર્મિત અને સુજીત દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2019ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(4:48 pm IST)
  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST

  • અમદાવાદની સાબરમતી નદીમાં ૪ લોકોએ ઝંપલાવ્યુઃ ૩ના મોત, ૧નો બચાવ : સવારથી લઈ અત્યાર સુધીમાં ફાયરબ્રિગેડને ૪ કોલ મળ્યા access_time 6:04 pm IST

  • ૭૦ વર્ષની એકધારા ''રટણ''ની હવે એકસ્પાયરી આવશેઃ પ્રિયંકા ગાંધીના મોદી સરકાર ઉપર પ્રહારોઃ 'રીપોર્ટ કાર્ડ' સાંભળવામાં સારૂ લાગે છેઃ યુપીમાં ૫ વર્ષમાં કોઇ બદલાવ આવ્યો નથી access_time 3:22 pm IST