Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

'સાહો'માં ઉપયોગ કરાયેલા કાર અને બાઇક પ્રભાસ પોતાની પાસે જ રાખશે

મુંબઇ તા. ૧૯: બ્લોકબસ્ટર હિટ 'બાહુબલી' ફ્રેન્ચાઈઝી સાથે સાઉથ સુપરસ્ટાર પ્રભાસ ફરી એકવાર ફિલ્મ 'સાહો' થકી દર્શકોને મનોરંજન કરાવવા તૈયાર છે. શેડ્સ ઓફ સાહો સાથે  ફિલ્મ ડિરેકટર સુજીતે ફરી એકવાર દર્શકોમાં ભારે આતુરતા જગાડી છે. ફિલ્મમાં પ્રભાસના લુક સાથે જાહેર થયેલા પોસ્ટરને લોકો દ્વારા ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં અત્યાર સુધીના સૌથી મોંઘા એકશન સિકવંસ દર્શાવવામાં આવ્યા છે.

મોટા બેનર અને બજેટમાં બની રહેલી પ્રભાસની ફિલ્મમાં એક સ્પેશિયલ બાઈક અને કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રભાસ તેના અંગત જીવનમાં પણ બાઈકસ અને અલગ અલગ ગાડીઓનો શોખિન છે. આ જ કારણ છે ફિલ્મમાં ઉપયોગ કરાયેલા બાઈક અને ગાડીઓને તેની પાસે રાખવા માગે છે પ્રભાસ આ કાર અને બાઈકને તેના પર્સનલ કલેકશનનો ભાગ બનાવવા માગે છે.

ફિલ્મને ધ્યાન રાખતા પ્રભાસ તેના લુક પર ઘણો કામ કરતો જોવા મળે છે. બાહુબલીના બન્ને ભાગમાં તેના લુકને જોઈને માની શકાય છે. સાહો માટે પ્રભાસે ૭ થી ૮ કિલો વજન ઓછુ કર્યું હતું. એકશન થ્રીલર ફિલ્મમાં પ્રભાસ સાથે શ્રદ્ઘા કપૂર જોવા મળશે. ભારતની પહેલી બહુભાષી ફિલ્મ હિન્દી, તેલુગુ અને તામિલમાં એક સાથે શૂટ કરવામાં આવશે. આ સિવાય ફિલ્મમાં નીલ નિતિન મુકેશ, જેકી શ્રોફ જેવા સ્ટાર્સની હાજરી પણ રહેશે.

(4:01 pm IST)
  • કોંગ્રેસને ઝટકો: જમ્મુ કાશ્મીરની લોકસભાની તમામ બેઠક પર ચૂંટણી લડશે નેશનલ કોન્ફ્રન્સ :કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહિ :નેશનલ કોન્ફ્રન્સની સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણંય :રાજ્યની તમામ છ સીટો પર ચૂંટણી લડવા નિર્ણંય કરાયો access_time 12:51 am IST

  • ભ્રમ ના ફેલાવે કોંગ્રેસ :બસપા પ્રમુખ માયાવતીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર :માયાવતીએ કહ્યું સાત સીટો છોડવાનો કોંગ્રેસ ભ્રમ ના ફેલાવે :કોંગ્રેસ સાથે અમારું કોઈ ગઠબંધન નથી access_time 12:56 am IST

  • ભારતમાંથી હશે મારો આગામી ઉત્તરાધિકારી:બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાની મોટી જાહેરાત : તિબેટીયન બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાનું કહેવું છે કે તેમનો ઉત્તરાધિકારી ભારતનો હોઇ શકે :તેઓએ કહ્યું કે તેમણે પોતાના જીવનના 60 વર્ષ ભારતમાં પસાર કર્યા અને અહીંથી તેમનો ઉત્તરાયધિકારી હોઇ શકે છે access_time 1:19 am IST