Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

હાથીઓ જ અમારી ફિલ્મના હીરો છેઃ વિદ્યુત

વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ 'જંગલી'ના ટ્રેલરે દર્શકોમાં ઉત્સુકતા જગાવી છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. હોલીવૂડના નિર્દેશક ચક રસેલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં હાથીઓનો પણ ખુબ મોટો રોલ છે. વિદ્યુત જામવાલ મુખ્ય ભુમિકામાં છે. તેણે કહ્યું હતું કે હાથી આ ફિલ્મના સાચા હીરો છે. અમે શુટીંગના દ્રશ્યો માટે લીલા પાંદડાઓનો ઉપયોગ કરતાં હતાં. પરંતુ જે હાથી ભોલા નામના હાથીનું પાત્ર ભજવે છે તે તથા બીજા હાથી અમારા આ પાંદડા ખાઇ જતાં હતાં.  અમે આ દ્રશ્યો જોવા સિવાય બીજુ કંઇ કરી શકતાં નહોતાં. એ પછી ફરીથી સેટ બનાવવા બીજા પાંદડા લાવતાં હતાં. આ બધુ જોઇને ખુબ મજા આવતી હતી. અમારી સમગ્ર ટીમે હાથીઓ સાથે ખુબ સારો વ્યવહાર કર્યો છે. હાથીને કોઇપણ પ્રકારની સમસ્યા થવા દીધી નથી. ફિલ્મમાં હાથી (ભોલા) અને રાજ (વિદ્યુત)ની દોસ્તીની કહાની છે. લાલચી શિકારીઓને રાજ કઇ રીતે હાથીઓને બચાવે છે તેની વાત છે. ૨૯ માર્ચના રોજ આ ફિલ્મ આવશે.

(9:43 am IST)