Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ગોવામાં ફ્રેન્ડસ સાથે રજાનો આનંદ માણતી મૌની રોય

ટીવી પરદાની હોટ અભિનેત્રી અને હવે બોલીવૂડમાં એન્ટ્રી કરી ચુકેલી મૌની રોય અવાર-નવાર પોતાની જબરદસ્ત તસ્વીરો થકી સોશિયલ મિડીયા પર આગ લગાડતી રહે છે. મૌની પોતાના ટીવી શો, ફિલ્મો અને ફેશન ચોઇસને કારણે સતત ચર્ચામાં રહે છે. હાલમાં મૌની ગોવામાં રજાની મજા માણી રહી છે. જ્યાં તેની સાથે  તેના ફ્રેન્ડસ પણ છે. મૌનીએ ત્યાંની અનેક તસ્વીરો પોતાના સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી છે. લાલ રંગના શોર્ટ સ્ટ્રેપલેસ ડ્રેસમાં તે ગજબની દેખાઇ રહી છે. વાળમાં મૌનીએ લાલ રંગનું ગુલાબ પણ લગાવ્યું છે. મૌનીના હોટ રેડ લૂકને તેના ચાહકોએ ખુબ પસંદ કર્યો છે. આ ઉપરાંત બિકીની સાથેની એક તસ્વીર પણ તેણે પોસ્ટ કરી છે. ટીવી પરદે નાગીન સિરીયલથી જાણીતી મૌની હવે બોલીવૂડમાં પણ સ્થાન જમાવી ચુકી છે.

(9:42 am IST)