Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

હોલીવુડ એક્ટ્રેસે પાળ્યો સિંહ: સાથે જમે.સાથે સુવે અને બન્ને ખુબ મસ્તી કરે:સ્વિમિંગપૂલમાં પણ સાથે ન્હાય છે

બોલીવુડના સ્ટાર્સને પાળતું પ્રાણીઓ છે. કોઈને ડોગ્સ, કોઈને બિલાડી તો કોઈને ઘોડા પાળવાનો શોખ છે પરંતુ હોલિવૂડની એક્ટ્રેસ મેલાની ગ્રિફિથએ એક સિંહને પાળતુ બનાવ્યો છે.

સિંહ અને મેલાની વચ્ચે બહુ જ સારું બોન્ડિંગ છે. આ બંનેની દોસ્તી વિશે સાંભળીને બધા દંગ છે. મેલાની સિંહને પોતાના ઘરના પાળતુ ડૉગની જેમ રાખે છે. બંને એકબીજાને એટલો પ્રેમ કરે છે કે, તેઓ એક જ બેડ પર સૂવે છે.

મેલાનીને તેના ઘરવાળાઓ વર્ષો પહેલા ગિફ્ટમાં સિંહ આપ્યો હતો. તેને આ ગિફ્ટ ખૂબ ગમી હતી અને ત્યારથી તેણે સિંહને પોતાની સાથે જ રાખ્યો છે. મેલાની સિંહને પોતાના બાળકની જેમ ઉછેર્યો છે. તેણે તેનું નામ નીલ રાખ્યું છે.

નીલ મેલાની સાથે એટલો હળી  મળી ગયો છે કે, તે ક્યારેય કોઈ નુકસાન પહોંચાડતો નથી. મેલાની કહે છે કે, તે નીલ સાથે જ જમે છે અને સૂવે છે. બંને મળીને ખૂબ મસ્તી કરે છે. તેઓ સ્વિમિંગ પૂલમાં પણ સાથે ન્હાય છે.

(12:12 am IST)