Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

સલમાનખાનની ફિલ્મની હિરોઈનને ગંભીર બીમારી :15 દિવસથી હોસ્પિટલમાં દાખલ :સારવાર માટે નથી રૂપિયા :મદદ કરવા માંગ

મારી પાસે બિલકુલ પૈસા પણ નથી. ચા-પાણી પીવા માટે પણ હું બીજા પર નિર્ભર છું."

 

મુંબઈ :ફિલ્મી સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મની હિરોઈનને ગંભીર બીમારી છે અને હાલમાં તેણી છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે જોકે તેણી પાસે સારવાર માટે રૂપિયાનો અભાવ છે અને મદદની રાહ જોઈ રહી છે સલ્લુની "વીરગતિ" (1995)ની હીરોઇન પૂજા ડડવાલ અત્યારે હાલમાં ટીબી અને ફેફસાં સંબંધિત બીમારી સામ ઝઝૂમી રહી છે.હાલમાં આર્થિક સ્થિતિ પણ સારી નથી એવું જણાવવામાં આવી રહ્યું છે.એવામાં તેઓની સારવાર બરાબર રીતે નથી થઇ રહી તેવું જાણવા મળી રહ્યું છે. તેઓ છેલ્લાં 15 દિવસોથી મુંબઇનાં શિવડી ટીબી હોસ્પિટલમાં ભરતી છે. એક ખાનગી ન્યૂઝ ચેનલમાં પૂજાએ વાતચીત દરમ્યાન પોતાને મદદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

   હીરોઇને એવું જણાવ્યું કે,"6 મહિના પહેલાં મને એવું માલૂમ થયું કે મને ટીબી જેવી ગંભીર બીમારી થઇ છે. મેં પોતે મદદ માટે સલમાન ખાનનો સંપર્ક કરવાની પણ કોશિશ કરી હતી પરંતુ હજી સુધી એમની સાથે કોઇ પણ પ્રકારનો સંપર્ક નથી થઇ શક્યો. પરંતુ જો તેઓ મારો વીડિયો જોઇ લેશે તો કદાચ તેઓ મારી મદદ કરી દેશે. હું છેલ્લાં 15 દિવસોથી હોસ્પિટલમાં ભરતી છું."

  ફિલ્મોથી દૂર પૂજા લાંબા સમયથી ગોવામાં હતી. પોતાની આર્થિક સ્થિતિ વિશે પૂજા એવું કહે છે કે,"હું ગોવામાં છેલ્લાં કેટલાંય વર્ષોથી કસીનો મેનેજ કરતી હતી. મારી પાસે બિલકુલ પૈસા પણ નથી. ચા-પાણી પીવા માટે પણ હું બીજા પર નિર્ભર છું."

  મામલે સલમાન ખાન તરફથી હજી સુધી પણ કોઇ પ્રકારનું રિએક્શન નથી આવ્યું. આવાં સમયમાં ટ્વિટર યૂઝર કરનાર કેટલાંક લોકોએ સલમાન ખાનને પૂજાની મદદ કરવા માટેનાં ટ્વિટ પણ કર્યા છે.

(12:06 am IST)