Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

પત્ની કાજોલ સાથે એક સારી સ્ક્રિપ્ટ મળતા કામ કરશે અજય દેવગન

મુંબઇ: અજય દેવગણનો સિતારો હાલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહ્યો છે.તેવામાં તેણે પત્ની કાજોલ સાથે વધુ ફિલ્મો કરવાની ઇચ્છા દર્શાવી છે. પરંતુ અભિનેતાને આ માટે મનગમતની સ્ક્રિપ્ટની શોધ છે. અજય અને કાજોલે ભૂતકાળમાં ઘણી સફળ ફિલ્મો આપી છે. જેમાં પ્યાર તો હોના હી થા, રાજુ ચાચા, ઇશ્ક અને ગુંડારાજ સામેલ છે. એક સમયે સાથે કામ કરતાં કરતાં બન્ને પ્રેમમાં પડી ગયા હતા. અજય દેવગણ કારકિર્દી અને પરિવારમાં સંતુલન જાળવી રાખવા માટે જાણીતો છે. કહેવાય છે કે અભિનેતાએ ઉત્તર પ્રદેશમાં થિયેટરો પણ ખરીદ્યા છે. તેની ઇચ્છા અને પ્રયાસ છે કે તે મલ્ટીપ્લેક્સ કરતાં સસ્તા ભાવે ટીકિટો રાખે જેથી વધુને વધુ દર્શકો રૃપેરી પડદે ફિલ્મ જોઇ શકે.
 

(5:51 pm IST)