Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ડાન્સ આધારિત ફિલ્મમાં ચમકશે વરુણ-કેટરીના

મુંબઇ: અભિનેતા વરુણ ધવન ટોચની અભિનેત્રી કેટરિના કૈફ સાથે એક ફિલ્મમાં ચમકશે એવી જાણકારી મળી હતી. આ ફિલ્મ રેમો ડિસોઝાની ડાન્સ આધારિત ફિલ્મ છે. ૨૦૧૨માં કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યરમાં આલિયા ભટ્ટ સાથે ચમકેલા વરુણે ત્યારબાદ કૃતિ સનોન અને  તાપસી પન્નુ જેવી યુવાન હીરોઇનો સાથે કામ કર્યુ ંહતું.  સાથોસાથ શાહરુખ ખાન જેવા સિનિયર કલાકાર સાથે દિલવાલે જેવી ફિલ્મ કરી હતી. હવે એમ લાગે છે કે એ સિનિયર કહી શકાય એવી વેટેરન હીરોઇનો સાથે ચમકી રહ્યો છે. કહેનારા એમ પણ કહેશે કે આ ટોચની હીરોઇનો વરુણ જેવા યુવાન કલાકાર સાથે ચમકી રહી છે. કેટરિનાએ અગાઉ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પણ ફિલ્મ કરી હતી જે ચાલી નહોતી. હાલ વરુણ અનુષ્કા શર્મા સાથે પણ સુઇ ધાગા ફિલ્મ કરી રહ્યો છે. કેટરિના અને અનુષ્કા બંને વરુણ માટે સિનિયર અભિનેત્રીઓ ગણાય.

(5:49 pm IST)