Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

અરશદ વારસીની ફિલ્‍મમાં જુહીઃ નેગેટિવ રોલ મળ્‍યો

અરશદ વારસી અને જુહી ચાવલાએ છેલ્લે ૨૦૦૮માં જયદિપ સેનની ફિલ્‍મ ક્રેઝી-૪માં કામ કર્યુ હતું. હવે દસ વર્ષ પછી ફરીથી આ કલાકારો સાથે કામ કરશે. અરશદની એક ફિલ્‍મમાં જુહીએ મહેમાન કલાકાર બનવાનું સ્‍વીકાર્યુ છે. અરશદની આ સાઇકોલોજીકલ થ્રિલર ફિલ્‍મનું નામ હજુ નક્કી થયું નથી. એડ ફિલ્‍મો બનાવતાં નિધિશ આ ફિલ્‍મનું નિર્દેશન કરશે. જુહીએ ફિલ્‍મનું શુટીંગ પણ શરૂ કરી દીધુ છે. આ એક સામાન્‍ય માણસની કહાની છે. જે અસામાન્‍ય પરિસ્‍થિતિમાં ફસાઇ જાય છે. જુહીની એન્‍ટ્રી ફિલ્‍મની કહાનીમાં વળાંક લાવશે. જુહીએ કહ્યું હતું કે તેનો રોલ ખુબ જ પડકારનજક છે. જુહીએ કહ્યું હતું કે અર્જુન પંડિત, ગુલાબ ગેંગ પછી આ ત્રીજી એવી ફિલ્‍મ હશે જેમાં તેનો નેગેટિવ રોલ છે. ફિલ્‍મમાં દિવ્‍યા દત્તા અરશદ વારસીની પત્‍નિના રોલમાં છે.

 

(10:50 am IST)