Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

બોબી ખુશ હૂઆ... હવે અક્ષય સાથે મળી ફિલ્‍મ

બોબી દેઓલ લાંબા સમય પછી ફિલ્‍મોમાં પાછો આવી રહ્યો છે. સલમાન ખાનની રેસ-૩માં તે કમબેક કરી રહ્યો છે. આ કારણે બીજા નિર્માતા-નિર્દેશકો પણ બોબીને કામ આપતાં થઇ ગયા છે. જો કે બોબીને હવે એકલા હીરો તરીકે લઇ શકાય તેમ નથી. આથી તેને મલ્‍ટીસ્‍ટારર ફિલ્‍મમાં અને કો-સ્‍ટાર તરીકે રોલ ઓફર થઇ રહ્યા છે. તેણે સલમાનની સલાહથી જીમમાં જઇને બોડી પણ ફિટ બનાવી લીધુ છે. રેસ-૩ની જવાબદારી સલમાનના ખભે છે.

બોબીને પણ મહત્‍વનો રોલ મળ્‍યો છે. હવે હાઉસફુલ-૪માં પણ બોબીને રોલ મળ્‍યો છે. આ ફિલ્‍મની જવાબદારી અક્ષય કુમારના ખભે છે. અક્ષય અને બોબીએ અગાઉ અજનબી, દોસ્‍તી-ફ્રેન્‍ડસ ફોર એવર અને અબ તુમ્‍હારે હવાલે વતન સાથીયો અને થેન્‍કયુ નામની ફિલ્‍મો કરી છે. હવે તે પાંચમી વખત અક્ષય સાથે કામ કરવાની તક મળતાં અત્‍યંત ખુશ છે. બોબીની યમલા પગલા દિવાના ફિર સે પણ આવી રહી છે.

(9:49 am IST)