Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

શોર્ટ ફિલ્‍મ થકી કમબેક કરશે ઇશા દેઓલ

અભિનેત્રી ઇશા દેઓલ ફરીથી ફિલ્‍મી પરદે આવવા તૈયાર છે. જો કેઆ શોર્ટ ફિલ્‍મ હશે. ફિલ્‍મનું નામ ‘કેકવોક' રખાયું છે. જેનું નિર્દેશન રામ કમલ મુખર્જી કરશે. આ રામ કમલે જ હેમા માલિનીની બાયોગ્રાફી લખી છે. ઇશા દેઓલ આ ફિલ્‍મમાં રસોયણની ભૂમિકા નિભાવશે. શેફનો તેનો આ રોલ સમાજમાં મહિલાની વ્‍યાવસાયિક અને વ્‍યક્‍તિગત યાત્રાને દર્શાવશે. ઇશાએ કહ્યું હતું કે રામ કમલના મનમાં આ ફિલ્‍મ બનાવવાનો ચિાર આવતાં તેણે મુખ્‍ય રોલ માટે મને પસંદ કરી હતી. ફિલ્‍મની કહાની અને સ્‍ક્રિનપ્‍લે રામ કમલ જ લખશે. ઇશાએ કોઇ મેરે દિલ સે પુછો ફિલ્‍મથી બોલીવૂડમાં એન્‍ટ્રી કરી હતી. ૨૦૧૨માં તેણે બિઝનેસમેન ભરત તખ્‍તાણી સાથે લગ્ન કરી લીધા હતાં અને ગયા વર્ષે જ દિકરીને જન્‍મ આપ્‍યો હતો.

(9:48 am IST)