Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

કપિલ સાથે કામ કરવું એ સપનુ પુરૂ થવા સમાનઃ નેહા

કપિલ શર્મા ફરીથી ટીવી પરદે આવી રહ્યો છે. ૨૫મીથી તેનો શો ‘ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્મા' આવી રહ્યો છે. આ વખતે કપિલ સાથે મૈં આઇ કમ ઇન મેડમ શો થકી જાણીતી બનેલી અભિનેત્રી નેહા પેંડસે પણ છે. કપિલના નવા શોના ટીઝરમાં એકલો કપિલ જ જોવા મળતો હતો. પણ હવે સ્‍પષ્‍ટ થયું છે કે તેની સાથે કો-સ્‍ટાર પણ હશે. નેહા ઉપરાંત ચંદન પ્રભાકર, કિકૂ શારદા પણ આ શોમાં જોવા મળશે. આ બંને અગાઉ કપિલ સાથે કામ કરી ચુક્‍યા છે. નેહાએ કહ્યું હતું કે મેં આ શોની ટીમ સાથે મુલાકાત કરી હતી. મારે શું કામ કરવાનું છે એ હજુ નક્કી થયું નથી. કપિલની હું ખુબ મોટી ચાહક છું. મારા માટે તેની સાથે કામ કરવું એ સપનુ પુરૂ થવા સમાન છે. નેહાને ટીવી શો ઉપરાંત તમિલ, હિન્‍દી, મલયાલમ, મરાઠી અને તેલુગુ ફિલ્‍મો પણ કરી છે. તે વજન ઘટાડીને વધુ હોટ બની ગઇ છે.

(9:48 am IST)